Skip to main content

Posts

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

   Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.

પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો

    પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો 'નવસારી' નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર: પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દુર કરતું નવસારી જિલ્લા તંત્ર પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય આધારિત ખેત પદ્ધતિ છે, દેશી ગાય વિહોણા ખેડૂતોને જીવામૃત પહોચાડી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા નવસારી જિલ્લામાં આજદિન સુધી ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃત ઉત્પાદન: ૧,૩૩૧ જેટલા દેશી ગાય વિહોણા ખેડૂતોએ લીધો છે લાભ વાંસદા તાલુકાના નાની ભમતી સ્થિત 'જીવામૃત ઉત્પાદન અને વિતરણ પ્રોજેક્ટ' દેશી ગાય વિહોણા ખેડૂતો માટે મહત્વની કડીરૂપ સાબિત થયો - 'આ પ્રોજેક્ટના કારણે રસાયકયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે' જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરા સંકલન : વૈશાલી પરમાર નવસારી,તા.09: પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ પ

ગણદેવી : અમલસાડની સરી કન્યા શાળા -૧માં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો.

 ગણદેવી : અમલસાડની સરી કન્યા શાળા -૧માં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો. શાળા આરોગ્ય તપાસણી 2024-25  અમલસાડ સરી કન્યા શાળા -૧માં   બાળકોના તમામ પ્રકારની આરોગ્યને લગતી તપાસ ડો.જયદીપ સર અને હેલ્થ વર્કર બહેનો દ્વારા સતત બે દિવસ કરવામાં આવી હતી જેમાં જરુરી મેડિકલ સહાય માટે વાલીઓ સાથે ચર્ચા કરી અને આરોગ્યને લગતી સવલતો, સગવડો માટે પણ જાણકારી આપવામાં આવી હતી.

ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે પ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રા નગરચર્યા પર નીકળી હતી.

 ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે પ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રા નગરચર્યા પર નીકળી હતી. તારીખ ૦૭-૦૭-૨૦૨૪નાં  દિને ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે ભાવિક ભક્તો પ્રભુ શ્રી જગન્નાથજીનાં રથને તેમના નિવાસ સ્થાનેથી રથયાત્રા લઈ નગરચર્યા પર નીકળ્યા હતા. જેમાં બીલીમોરા વિસ્તારનાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયાં  હતા. અને પ્રભુ જગન્નાથજીનાં આશીર્વાદ મેળવ્યાં હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ સહિત અગ્રણી આગેવાનો, નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ આ રથયાત્રામાં જોડાયા હતા.  શ્રી નરેશભાઈ પટેલે પ્રભુ સમક્ષ નતમસ્તક રહી સૌના કલ્યાણની તથા સર્વે સન્તુ નિરામયાની કામના કરી સૌને જય જગન્નાથ પાઠવ્યા હતાં. આજરોજ પ્રભુ શ્રી જગન્નાથજી ભક્તોને દર્શન આપવા, તેમના દુઃખડા હરવા માટે રથયાત્રા લઈ નગરચર્યા પર નીકળ્યા છે ત્યારે,... Posted by  Naresh Patel  on  Sunday, July 7, 2024 જય જગન્નાથ Posted by  Naresh Patel  on  Sunday, July 7, 2024

ચીખલી:સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

ચીખલી:સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો. Posted by  Amita Patel  on  Friday, July 5, 2024

ચીખલી:સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

ચીખલી:સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો. Posted by  Amita Patel  on  Friday, July 5, 2024

ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ. તારીખ:૦૬-૦૭-૨૦૨૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રથમ ધોરણ ૮નાં પાંચ ઉમેદવારોએ મહામંત્રીની ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા. જેમાં પાંચે ઉમેદવારો માટે ટેકેદારોએ પણ ફોર્મ ભરી ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયામાં અનુસરવાની તમામ બાબતો અહીં અમલ કરવામાં આવ્યો હતો. પોલિંગ સ્ટાફ, ઇવીએમ મશીન,મતદાર કુટીર, સૂચનો બેનર, એવિલોપ્ય શાહીથી નિશાન કરવું, મતદાર યાદીમાં નિશાન, જેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી બાળકોને આખી ચૂંટણી પ્રક્રિયાથી માહીતગાર થાય. મતદાન સ્ટાફ તરીકે ધોરણ 6થી8નાં વર્ગશિક્ષકો શીતલબેન પટેલ, વૈશાલીબેન પટેલ અને પ્રિયંકા દેસાઈએ ભાગ ભજવ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ મતદાન કલોઝ કરી પરિણામ મોબાઈલ ઇવીએમ મશીન પર ઉમેદવારોને બતાવી દરેકને કેટલા મત મળ્યા તે બતાવવામાં આવ્યું હતું. જેમાં શાળાની દિકરી પરી પટેલને 18 મત મળતાં તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

નવસારી જિલ્લામાં વ્યાજખોરોથી બચવા જનસંપર્ક સભા યોજાઈ

     નવસારી જિલ્લામાં વ્યાજખોરોથી બચવા જનસંપર્ક સભા યોજાઈ