| નવસારી |બાના ક્લબ, નવસારી દ્વારા દર ઉનાળુ વેકેશન દરમિયાન શાળાનાં બાળકો માટે વિનામૂલ્યે કરાટે તથા વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓનો સમર કેમ્પ યોજવામાં આવે છે. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લે છે. આ વર્ષે પણ ઉનાળુ વેકેશન દરમિયાન તા. ૧૫ એપ્રિલથી વેકેશનના અંત સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમમાં વિદ્યાર્થીઓને કરાટે, કિક બોક્સિંગ, માર્શલ આર્ટના વિવિધ હથિયારો ચલાવવાની તાલીમ તેમજ હથિયારના વારથી પોતાનો બચાવ કઈ રીતે કરવો, બોડી ફિટનેસ કઈ રીતે
જાળવવી તેની તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત ઈન્ડોર, આઉટડોર રમતો જેવી કે વોલીબોલ, ફૂટબોલ, કેરમ, ક્રિકેટ, કબડ્ડી જેવી રમતો રમાડી વિદ્યાર્થીઓને તાલીમ સાથે મનોરંજન પણ મળશે. તાલીમને લગતી જરૂરી સુવિધા તથા રમતોનાં સાધનો બાના ક્લબ દ્વારા વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે. બાના ક્લબ પ્લે ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ વિનામૂલ્યે સમર કેમ્પનો લાભ લેવા વિદ્યાર્થીઓને બાના ક્લબના પ્રમુખ ભૂપેન્દ્ર દેસાઈએ અનુરોધ કર્યો છે. વધુ માહિતી માટે ક્લબ ખાતે મંત્રી નરેન્દ્ર ભાવસાર તથા કરાટે કોચ કિશોર શિરસાઠ મો.નં. ૯૭૨૭૧ ૬૧૪૯૯ નો સંપર્ક કરવો.
Comments
Post a Comment