Skip to main content

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

   Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

 Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું.

જે પૈકી ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો. 

રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ, છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ તથા છાપરા શાળા પરિવાર તરફથી વિદ્યાર્થિનીઓને પાઠવવામાં આવ્યા હતા. અભિનંદન,

Comments

Popular posts from this blog

Navsari news: ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રીમતી બી.બી. કાવેરી નિમણૂંક કરવામાં આવ્યા.

    Navsari news: ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રીમતી બી.બી. કાવેરી નિમણૂંક કરવામાં આવ્યા.

Special Navsari election awareness news

 Special Navsari election awareness news નવસારી જિલ્લા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંગેનાં સમાચાર 

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

 Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. તારીખ : 26-06-2024નાં દિને   શામળા ફળિયા ક્લસ્ટરની  શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા  કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે  ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ અને ર