માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
Navsari : નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ.
Navsari : નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ. - નવસારી,તા.૨૮: ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગના સચિવ અને નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીને અનુલક્ષીને સમિક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સચિવશ્રીને પ્રિમોન્સુન કામગીરી બાબતે, જિલ્લામાં પુરની પરિસ્થિતીને ટાળવા લેવાયેલ જરૂરી એક્શન બાબતે, આગામી વરસાદી સિઝનમાં આરોગ્ય વિભાગ, પાણી પૂરવઠા, નગરપાલિકા, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત વિવિધ વિભાગે કરેલ આગોતરી તૈયારીઓ અંગે અવગત કર્યા હતા. વધુમાં વિવિધ સરકારશ્રીની વિવિધ યોજનાઓ સંલગ્ન બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, પ્રોબેશનર આઇ.એ.એસ. શ્રી આર.વૈશાલી સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૦૦૦૦ #TeamNavsari #navsari #meeting Gujarat Information CMO Gujarat @collectornavsari PMO India *નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીની સ...