Skip to main content

Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ.

  Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ. Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ------ ભૂગર્ભમાં સંગ્રહાયેલું વરસાદી પાણી દરેક પ્રકારના મિનરલ્સથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ’: કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ ------ વરસાદી પાણીના સંગ્રહની સાથે ‘એક પેડ મા કે નામ’અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષો રોપી-ઉછેરી પર્યાવરણ સુરક્ષાની અપીલ કરતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ------  કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ પાંચ બોરવેલની કામગીરીનું તેમણે ખાતમુહુર્ત કર્યું હતું.                 આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત ...

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

  Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.


આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ગ્રામજનો, વાલીઓ, સ્થાનિક પત્રકારો, અને SMCના સભ્યો,ગ્રામ પંચાયત સભ્ય શ્રી ,જીજ્ઞેશભાઈ પટેલ ,જીજ્ઞાબેન પટેલ અને  તા. પ.સભ્યશ્રી લીનાબેન અમદાવાદી , તેમજ ગામના આગેવાનો તથા ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધકારીશ્રી  મનીષભાઈ પરમાર સાહેબ,લાયઝન અધિકારી કિરીટભાઇ પટેલ  ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્ર્મનું સમગ્ર સફળ સંચાલન કુમારાશાળાના વિદ્યાર્થી જેનિલ પટેલે કર્યું હતું.
















Comments

Popular posts from this blog

Navsari news: ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રીમતી બી.બી. કાવેરી નિમણૂંક કરવામાં આવ્યા.

    Navsari news: ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રીમતી બી.બી. કાવેરી નિમણૂંક કરવામાં આવ્યા.

Special Navsari election awareness news

 Special Navsari election awareness news નવસારી જિલ્લા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંગેનાં સમાચાર 

Gandevi news :ગણદેવી તાલુકા સેવા ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય અપાઈ

 Gandevi news :ગણદેવી તાલુકા સેવા ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય અપાઈ