Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Navsari: વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું

   Navsari: વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું


*૬૯૫થી વધુ યોગી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો.

નવસારી, તા.૧૬: આગામી તા.૨૧ જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં ૧૦માં ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણીનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં યોગ પ્રત્યે નાગરિકો જાગૃત્ત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુ સાથે વિશ્વ યોગ દિન પૂર્વે તા.૧૫ થી તા.૨૦ જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિભાગોના સહયોગથી યોગના કાર્યક્રમોનું સુદ્રઢ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર, નવસારી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તથા નવસારી જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કરાયું છે. 


આજરોજ ૧૫મી જુન વહેલી સવારે વી. એસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરાના પટાંગણમાં યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં એન. સી. સી, એન. એસ. એસ.ના કેડેટ,  ડી. એલ. એસ.ના વિદ્યાર્થીઓ, યોગ ટ્રેનર ટીમ, યોગ કોચ,યોગ ટ્રેનરો અને યોગ સાધકો મળી કુલ-૬૯૫ યોગી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઝોન કોર્ડીનેટર પ્રીતિબેન પાંડે યોગ પ્રોટોકોલનું પ્રશિક્ષણ આપ્યું હતું. જિલ્લા કોર્ડીનેટર ગાયત્રીબેન તલાટીએ યોગનું મહત્વ સમજાવી યોગ ટ્રેનર તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં જોડાવા માટે આવાહન કર્યો હતો. 

વધુમાં કાર્યક્રમમાં હરિયાળી ગ્રુપ દ્વારા વિવિધ છોડ અને સાઇલાલભાઈ તરફથી ઉપસ્થિત મહેમાનોને ચકલીના માળા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ શિબિરના મુખ્ય મહેમાન તરીકે  જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, બીવી કે મંડળના ચેરમેન શ્રી ભરતભાઈ અમીન, ડી ઈ ઓ રાજેશ્વરી બેન ટંડેલ,  ડી એસ ડી ઓ અલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે નોંધનિય છે કે, 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 નો નવસારી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લુન્સીકુઈ મેદાનમાં ખાતે યોજવાનો છે જેમાં 3,000 થી વધુ લોકો ભાગ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર,  ડી. એસ. ડી. ઓ. અલ્પેશભાઈ પટેલ નવસારી જિલ્લા યોગ કોર્ડીનેટર ગાયત્રીબેન દ્વારા મોટી સંખ્યામાં તમામ લોકોને કાર્યક્રમમાં ભાગ લેવા આવાહન કરવામાં આવ્યું હતું.

Comments

Popular posts from this blog

Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ.

  Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ. Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ------ ભૂગર્ભમાં સંગ્રહાયેલું વરસાદી પાણી દરેક પ્રકારના મિનરલ્સથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ’: કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ ------ વરસાદી પાણીના સંગ્રહની સાથે ‘એક પેડ મા કે નામ’અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષો રોપી-ઉછેરી પર્યાવરણ સુરક્ષાની અપીલ કરતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ------  કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ પાંચ બોરવેલની કામગીરીનું તેમણે ખાતમુહુર્ત કર્યું હતું.                 આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત ...

નવસારીનાં જોવાલાયક સ્થળો:

 આશાપુરી માતા મંદિર નવસારી – આશાપુરી માતાનું મંદિર નવસારી જિલ્લાનું સૌથી મોટું મંદિર છે. તે નવસારી જિલ્લાનું મુખ્ય પ્રવાસન સ્થળ છે. આ એક ધાર્મિક સ્થળ છે. આ મંદિર આશાપુરી માતાને સમર્પિત છે. આ મંદિર ખૂબ મોટું અને ખૂબ જ સુંદર છે. મંદિરની અંદર આપણે મા આશાપુરીના દર્શન માટે મુખ્ય ગર્ભગૃહમાં મળીએ છીએ. આ મંદિરમાં આવ્યા પછી તમને ખૂબ સારું લાગશે. માતા આશાપુરી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. અહીં અનેક ભક્તો માતાના દર્શન કરવા આવે છે. આ મંદિરમાં તમને અન્ય અનેક દેવી-દેવતાઓના દર્શન થાય છે. વડતાલધામ નવસારી – વડતાલધામ નવસારીનું મુખ્ય મંદિર છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. મંદિરની અંદર તમે ભગવાન સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ જીના દર્શન કરી શકો છો. આ મંદિર ખૂબ જ સુંદર છે. આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનું ટોચનું શિખર સંપૂર્ણપણે સોનેરી રંગનું છે, જે ખૂબ જ આકર્ષક લાગે છે. અહીં આવવું ખૂબ સરસ છે. વ્યક્તિને શાંતિ મળે છે. આ મંદિર મુખ્ય નવસારી જિલ્લામાં આવેલું છે. તમે અહીં આવીને ફરવા જઈ શકો છો. દાંડી બીચ નવસારી – દાંડી બીચ નવસારીનું મુખ્ય પ્રવાસન સ્થળ છે. આ બીચ નવસારીના દાંડી...

માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાહેબનું મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર સુરત એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ સૌએ કરેલું ભવ્ય સ્વાગત

માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાહેબનું મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર સુરત એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ સૌએ કરેલું ભવ્ય સ્વાગત મારા સ્મૃતિપટ પર ગઇકાલ સાંજની પળો હજીપણ છવાયેલી છે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર સુરત એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ સૌએ કરેલું સ્વાગત, સૌનો સ્નેહ મારા જીવનની યાદગાર પળોમાં એક બની રહેશે. આ પળની એક ઝલક…. pic.twitter.com/kKeJrlnijL — C R Paatil (@CRPaatil) June 14, 2024