Skip to main content

Posts

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

   Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.

નવસારીનાં જોવાલાયક સ્થળો:

 આશાપુરી માતા મંદિર નવસારી – આશાપુરી માતાનું મંદિર નવસારી જિલ્લાનું સૌથી મોટું મંદિર છે. તે નવસારી જિલ્લાનું મુખ્ય પ્રવાસન સ્થળ છે. આ એક ધાર્મિક સ્થળ છે. આ મંદિર આશાપુરી માતાને સમર્પિત છે. આ મંદિર ખૂબ મોટું અને ખૂબ જ સુંદર છે. મંદિરની અંદર આપણે મા આશાપુરીના દર્શન માટે મુખ્ય ગર્ભગૃહમાં મળીએ છીએ. આ મંદિરમાં આવ્યા પછી તમને ખૂબ સારું લાગશે. માતા આશાપુરી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. અહીં અનેક ભક્તો માતાના દર્શન કરવા આવે છે. આ મંદિરમાં તમને અન્ય અનેક દેવી-દેવતાઓના દર્શન થાય છે. વડતાલધામ નવસારી – વડતાલધામ નવસારીનું મુખ્ય મંદિર છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. મંદિરની અંદર તમે ભગવાન સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ જીના દર્શન કરી શકો છો. આ મંદિર ખૂબ જ સુંદર છે. આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનું ટોચનું શિખર સંપૂર્ણપણે સોનેરી રંગનું છે, જે ખૂબ જ આકર્ષક લાગે છે. અહીં આવવું ખૂબ સરસ છે. વ્યક્તિને શાંતિ મળે છે. આ મંદિર મુખ્ય નવસારી જિલ્લામાં આવેલું છે. તમે અહીં આવીને ફરવા જઈ શકો છો. દાંડી બીચ નવસારી – દાંડી બીચ નવસારીનું મુખ્ય પ્રવાસન સ્થળ છે. આ બીચ નવસારીના દાંડી ખાત

History of Navsari

  ભરતકામ) માટે પણ પ્રસિદ્ધ બન્યુ છે. નવસારીમાં શેઠ જમશેદજી જીજાબઈનું નામ મહત્વનું સ્થાન ધરાવે છે. નવસારીની ઉત્તરે અમરશાંતિ નદિને કિનારે એક ટાવર આવેલું છે. જે નુસેરવાનજી રતનજી ટાટાએ તેમની માતા કેવલાબાઈ ની યાદ બાંધવામાં આવ્યું હતું જે 1877-78 સુધીનુ સૌથી ઊંચું ટાવર હતુ. ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા અને ઉદ્યોગપતિઓના નેતા, શેઠ જમશેતજી નુસરવાનજી ટાટા આ શહેરમાં જન્મ્યા હતા. દસ્તૂરવાડી વિસ્તારમા આવેલુ એ ઘરકે જ્યા તેનો જન્મ થયો હતો તે આજે પણ તેની વાસ્તવિક સ્થિતિમાં જાળવવામાં આવ્યુ છે. દાદાભાઈ નવરોજી, જેમણે પ્રથમ વાર પુર્ણ સ્વરાજની માંગણી કરી હતી તે અહિ જન્મ્યા હતા. તેમના જન્મનું ઘર આજે પણ દસ્તુરવાડમાં છે. જમશેદજી જીજાબઈ અને મહારાષ્ટ્રના પ્રખ્યાત ડ્રામા નિષ્ણાત બાલ ગણેશ ગડકરીનો જન્મ નવસારીમાં થયો હતો. શહેરના દક્ષિણી વિસ્તારમાં "દુધિયા" તળાવ, તેના પશ્ચિમમાં "રામ તટારી" છે, ત્યાં બગીચાઓ વચ્ચે આશાપુરી માતાનું મંદિર આવેલુ છે. તથા "જ્યુબિલી" બગીચો અને "મફતલાલ" પાર્ક પન આવેલુ છે. દાંડી સત્યાગ્રહ દરમિયાન (ઇ.સ.1930) માનનીય, મહાત્મા ગાંધીજીએ અહિ રાત્રી રોકાણ કર્યૂ હ